Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

મોટાભાગનાં ટેસ્ટ નેગેટિવ આવતાં ચાઇનીઝ રેપીડ કીટ વાપરવાનું બંધ

અમદાવાદ, તા. ર૯ : ચાઇનાથી મંગાવવામાં આવેલ કીટનો ઉપયોગ બંધ કરાયો છે. લાંબી મથામણ બાદ ગુજરાતે રેપીડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યા છે. ૮૯૦૦ ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરાયો છે.

મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો બાદ ટેસ્ટિંગ બંધ કરવા કેન્દ્ર સરકારનો નિર્ણયને કારણે ગુજરાતમાં પણ આ નિર્ણય લેવાયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપીડ કીટથી ટેસ્ટ કરાયા છે. રેપીડ કીટથી થયેલા ટેસ્ટિંગથી સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં હતો. અનેક જિલ્લાઓને રેપીડ કીટથી ટેસ્ટ બાદ કોરોના ફ્રી જાહેર કરાયા હતા.

(3:34 pm IST)