Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

સુરતમાં કોરોના દર્દીએ આપઘાતનો કર્યો પ્રયાસ : સમરસ હોસ્ટેલમાં ચોથા માળે ચઢી જતા દોડધામ

હોસ્ટેલની નીચે જમ્પિંગ કુશન મૂકી દીધું અને એક ફાયર ઓફિસર અને બે માર્શલ સેફટી કીટ પહેરી ચોથા માળે દર્દીના રૂમ સુધી પહોંચ્યા

સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. સુરતની સમરસ હોસ્પિટલમાં કોરોનાનો એક પોઝિટિવ દર્દી હોસ્ટેલનાં ચોથા માળે મોતની છલાંગ લગાવવા માટે ચઢી ગયો હતો. પણ તાત્કાલિક આ મામલે ફાયરબ્રિગેડની જાણ કરી દેવામાં આવી હતી. જે બાદ ફાયરબ્રિગેડને જોતાં જ દર્દી રૂમની અંદર ભાગી ગયો હતો.

સુરતમાં યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં કોરોના દર્દીઓની દેખરેખ રાખવામાં આવે છે. તેવામાં આજે એક કોરોના પોઝિટિવ દર્દી હોસ્ટેલનાં ચોથા માળે ચઢી ગયો હતો. અને આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યો હતો. જેને લઈ તાત્કાલિક આ મામલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે આવી હોસ્ટેલની નીચે જમ્પિંગ કુશન મૂકી દીધું હતું.

અને એક ફાયર ઓફિસર અને બે માર્શલ સેફટી કીટ પહેરી ચોથા માળે દર્દીના રૂમ સુધી દોડી ગયા હતાં. તાત્કાલિક ફાયર ઓફિસરને જોઈ દર્દી રૂમમાં દોડી ગયા હતા. જે બાદ દર્દીના રૂમને બહારથી બંધ કરી દેવાયો હતો. જે બાદ દર્દીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

(9:27 am IST)