Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

તાપી શુદ્ધિકરણ માટે અનોખો જાગૃતિ કાર્યક્રમ :40 લોકોના ગ્રુપે નદીમાંથી 4000થી વધુ ફેંકી દેવાયેલ વસ્તુ બહાર કાઢી

તાપી બોલશે મને બચાવો' કાર્યક્રમ : તરાપા' બનાવી તાપી નદીમાં તરતો મુક્યો

સુરત તાપી શુદ્ધિકરણ અંગે જાગૃતિ લાવવા માટે એક ૪૦ લોકોના ગ્રુપે તાપી બોલશે મને બચાવો' કાર્યક્રમ હેઠળ નદીમાંથી ૪૦૦૦થી વધુ ફેંકી દેવાયેલી પાણીની બોટલ વીણી તેમાંથી એક 'તરાપા' બનાવી લોકજાગૃતિ માટે તેને તાપી નદીમાં તરતો મુક્યો છે.

 શહેરના કેટલાક જાગૃત નાગરિકો જ પોતાની રીતે તાપી શુદ્દિ માટે અભિયાન ચલાવવા લાગ્યા છે. આજે આવા જ ૪૦ ઈન્ટલ એક્ચુઅલ લોકોના ગ્રુપ કે તેમાં તબીબો છે.ફાઈન આર્ટસના પ્રોફેસર છે, બિઝનેસમેન છે અને વિદ્યાર્થીઓ છે. તેઓએ નદીના તટ પરથી કે તેમાં તણાઈ રહેલી ૪૦૦૦ બોટલો વીણીને એક ૪૦ મીટર લાંબો અને ૩ મીટર પહોળો એક તરાપો બનાવીને તાપીમાં નદીમાં છોડ્યો હતો.૧૨ તરાપા જોડી એક તરાપો બનાવી તેના પર મેસેજ લખ્યો છે કે "આઈએમ નોટ ડસ્ટબીન". જેના થકી તાપીની વેદના રજૂ કરી લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ છે.

(7:25 pm IST)