Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ૬૬.૮ ટકા મતદાન ૨૦૧૯માં થયેલ

સબ કા અરમાન, સબ કરે મતદાન, પ્રજાતંત્ર સે નાતા હૈ, ભારત કે મતદાતા હૈ :સૌથી ઓછું ૩૫.૯ ટકા મતદાન ૧૯૯૬માં થયુ હતુ : ૬ વખત ૫૫ થી ૬૦ ટકા વચ્‍ચે મતદાન થયેલ : આ વખતે ૧૦ ટકા મતદાન વધારવાનો લક્ષ્યાંક

રાજકોટ તા. ૨૯ : ગુજરાત રાજ્‍યની સ્‍થાપના પછી રાજ્‍યમાં લોકસભાની ચૂંટણી ૧૫ વખત યોજાયેલ છે. મે ૨૦૨૪માં ૧૬મી વખત ચૂંટણી યોજાવા જઇ રહી છે. ૧૯૬૨ની પહેલી ચૂંટણી વખતથી ૨૦૨૪ સુધી મતદારોની સંખ્‍યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. ૧૯૬૨માં પ્રથમ ચૂંટણી વખતે ૯૫,૨૪,૯૭૯ મતદારો હતા. ૨૦૨૪ની ચૂંટણી માટે ૪,૯૪,૪૬૯ મતદારો નોંધાયા છે. મતદાનની ટકાવારીમાં ચઢાવ-ઉતાર આવતો રહ્યો છે. અત્‍યાર સુધીમાં સૌથી ઓછું ૩૫.૯ ટકા મતદાન ૧૯૯૬માં થયેલ. સૌથી વધુ ૬૬.૮ ટકા મતદાન વર્ષ ૨૦૧૯માં થયું હતું. મતદાનમાં જે તે વખતની ચૂંટણીનો સમયગાળો, ચૂંટણી પૂર્વે બનેલી ઘટના, પ્રચારનો માહોલ, કોઇ તરફી કે વિરોધી મોજુ વગેરે બાબતો ભાગ ભજવે છે.

ચૂંટણી વર્ષ ૧૯૬૭, વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૯માં ૬૦ ટકા ઉપર મતદાન થયેલ. ૧૯૯૬, ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯માં મતદાનનો આંકડો ૫૦ ટકાની અંદર રહ્યો હતો. રાજ્‍યમાં લોકસભાની ચૂંટણીના વર્ષ ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૦, ૧૯૮૪ અને ૧૯૯૮માં મતદાન ૫૫ થી ૬૦ ટકા વચ્‍ચે થયું હતું. આ વખતે ગયા વર્ષ કરતા મતદાનની ટકાવારીમાં ઓછામાં ઓછો ૧૦ ટકા વધારો થાય તેવા ચૂંટણી પંચના પ્રયાસો છે. લોકશાહીમાં મતદાન કરવું તે દરેક મતદારની પવિત્ર ફરજ છે.

ગુજરાતમાં આ વખતે લોકસભાની ચૂંટણીનું મતદાન ૭ મે વચ્‍ચે છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો અને અપક્ષો મેદાને આવનાર છે. ભાજપે તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ૧૭ ઉમેદવારો જાહેર કર્યા છે. ૭ ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. ભરૂચ અને ભાવનગર બેઠક કોંગીએ આમ આદમી પાર્ટીને ફાળવી છે. તા. ૧૨ થી ૧૯ એપ્રિલ ઉમેદવારી પત્ર રજુ કરવાનો સમય છે. પ્રચાર શરૂ થઇ ગયો છે. ઉમેદવારો અને રાજકીય પક્ષો મહતમ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. રાજ્‍યનું ગઇ ચૂંટણીનું મતદાન (૬૬.૮ ટકા) સૌથી વધુ હતું. આ વખતે કેટલુ મતદાન થાય છે તે તો ૭ મે એ મતદાન પૂર્ણ થયા પછી જ ખબર પડશે.

ગુજરાતમાં મતદાનનું આંકડાકીય ચિત્ર

ચૂંટણી વર્ષ મતદારો      મતદાન    મતદાન ટકા

૧૯૬૨  ૯૫,૨૪,૯૭૯   ૫૫૨૧૬૧૧    ૫૮.૦

૧૯૬૭ ,૦૬,૯૨,૯૪૮ ૬૮,૦૯,૯૯૦   ૬૨.૭

૧૯૭૧ ,૧૫,૩૫,૩૧૨ ૬૪,૦૧,૩૦૯   ૫૫.૫

૧૯૭૭ ,૪૧,૦૯,૭૦૮ ૮૩,૫૩,૮૬૩   ૫૯.૨

૧૯૮૦ ,૬૪,૯૯,૧૪૧ ૯૧,૪૧,૫૩૯   ૫૫.૪

૧૯૮૪ ,૮૮,૪૩,૭૬૦ ,૦૯,૧૬,૩૩૩  ૫૭.૯

૧૯૮૯ ,૪૩,૩૪,૧૭૨ ,૩૨,૮૧,૫૬૦  ૫૪.૬

૧૯૯૧ ,૪૮,૮૨,૫૦૮ ,૦૯,૫૦,૦૬૨  ૪૪.૦

૧૯૯૬ ,૮૫,૨૯,૦૯૪ ,૦૨,૪૮,૬૫૦  ૩૫.૯

૧૯૯૮ ,૮૭,૭૦,૩૦૬ ,૭૦,૬૨,૮૩૭  ૫૯.૩

૧૯૯૯ ,૯૫,૧૨,૪૦૨ ,૩૮,૭૮,૬૧૧  ૪૭.૦

૨૦૦૪ ,૩૬,૭૫,૦૬૨ ,૫૨,૦૮,૩૫૩  ૪૫.૨

૨૦૦૯ ,૬૪,૮૪,૨૮૧ ,૭૪,૭૪,૩૩૦  ૪૭.૯

૨૦૧૪ ,૦૬,૦૩,૧૦૪ ,૫૮,૨૪,૦૦૩  ૬૩.૬

૨૦૧૯ ,૩૫,૬૩,૩૭૩ ,૯૦,૮૨,૪૪૬  ૬૬.૮

(4:18 pm IST)