Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સોની સબની પુષ્‍પા ઇમ્‍પોસિબલમાં પુષ્‍પા અને દેવી તેને બચાવી શકશે?

જુગલની ધરપકડ થાય છે

અમદાવાદઃ સોની સબની પુષ્‍પા ઇમ્‍પોસિબલના તાજેતરના એપિસોડમાં, દર્શકોએ દીપ્તિ અને ચિરાગને સ્‍વરાને દત્તક લેવાનો નિર્ણય લેતા, તેમના પરિવારને પૂર્ણ કરતા જોયા. જયારે પટેલ પરિવારમાં બધું બરાબર હોય તેવું લાગે છે, ત્‍યારે જુગલ પર દિલીપ પટેલની હત્‍યાના આરોપ સાથે તેમના જીવનમાં એક આઘાતજનક વળાંક આવે છે.પટેલ પરિવાર દત્તક લેવાની કાર્યવાહી શરૂ કરે છે, તેઓ એક રેસ્‍ટોરન્‍ટમાં સ્‍વરાનો જન્‍મદિવસ ઉજવે છે. જયારે બધા તેનો જન્‍મદિવસ ઉજવી રહ્યા છે, ત્‍યારે દિલીપ પટેલ, જુગલ સામે અંતિમ બદલો લેવાનું કાવતરું ઘડી રહ્યો છે. દિલીપ પટેલ સાથે બદલો લેવા માટે, સંતોષ (અમિત શ્રીકાંત સિંહ) રેસ્‍ટોરન્‍ટને બાળી નાખવાનું નક્કી કરે છે. દરેક વ્‍યક્‍તિ રેસ્‍ટોરન્‍ટની બહાર ભાગવાનો પ્રયાસ કરે છે, દિલીપ અને જુગલ અંદર રહી જાય છે, રાશી જુએ છે કે જુગલે દિલીપને આગમાં ધકેલી દે છે જેના કારણે તેનું મૃત્‍યુ થયું હતું. રાશીએ જુગલ પર તેના પિતાને આગમાં ધકેલી દેવાનો આરોપ મૂક્‍યો હોવાથી, પોલીસ જુગલની ધરપકડ કરે છે અને તેને જેલમાં લઈ જાય છે. આ સમયે, પુષ્‍પાના માર્ગદર્શક, અને વકીલ દેવી જુગલને જેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવા પાછા આવે છે.

(4:12 pm IST)