Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્‍શિયલ લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સે નાણાકીય વર્ષ ૨૦૨૪ના

ત્રીજા ત્રિમાસિક માટે ક્‍લેમ સેટલમેન્‍ટ રેશિયો જાળવી રાખ્‍યો

અમદાવાદઃ લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ એ નાણાકીય આયોજનનું આવશ્‍યક ઘટક છે. જે કુટુંબ અને/અથવા આશ્રિતોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે. જે પોલિસીધારકના અકાળે અવસાનના કિસ્‍સામાં કુટુંબની નાણાકીય સુખાકારી સુનિશ્ચિત કરવાનું કંપની દ્વારા આપવામાં આવેલ વચન છે. લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ એ પ્રિયજનની ખોટને કારણે થતી આર્થિક તકલીફોને દૂર કરવાનું સાધન છે.લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ માટે કરવામાં આવતાં ક્‍લેમ એ ઉદ્યોગ માટે સત્‍યની ક્ષણ છે, ક્‍લેમ સેટલમેન્‍ટના રેશિયોના આધારે પોલિસીધારકનો વિશ્વાસ વધે છે. જે એક એવી બ્રાન્‍ડ તરીકે ઉભરી આવે છે કે, જયાંથી લોકો વિશ્વાસ સાથે પોલિસી ખરીદવાનું પસંદ કરે છે. ક્‍લેમના સેટલમેન્‍ટ રેશિયોનું મૂલ્‍યાંકન કરવું તેમજ ક્‍લેમ સેટલ (દાવાની પતાવટ) કરવા માટે સરેરાશ સમય એ ગ્રાહકને અનુરૂપ લાઈફ ઈન્‍સ્‍યોરરનું સૂચન બની શકે છે. ટર્નઅરાઉન્‍ડ સમય પણ અતિ મહત્‍વનો છે, કારણકે તે લાભાર્થીઓના ક્‍લેમના ઝડપી સેટલમેન્‍ટની ખાતરી કરે છે.જો કે, ક્‍લેમની જવાબદારી સંપૂર્ણપણે વીમા કંપનીની હોતી નથી. ખરીદતી વખતે તમામ સામગ્રીની માહિતીને સત્‍યતાપૂર્વક જાહેર કરવાની જવાબદારી ગ્રાહકોની હોય છે, જે નોમિની માટે ઝડપી અને ઝંઝટ-મુક્‍ત ક્‍લેમ સેટલમેન્‍ટનો અનુભવ સુનિશ્ચિત કરે છે.નિયમનો દ્વારા ફરજિયાતજીવન વીમા કંપનીઓ ત્રિમાસિક ધોરણે તેમના ક્‍લેમ સેટલમેન્‍ટ રેશિયો જાહેર કરે છે.

(4:09 pm IST)