Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કોલવાણ ગામની સીમમાંથી સોલાર પેનલમાં લાગેલી બેટરીની ચોરી થતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલાં કોલવાણ ગામની સીમમાંથી બેટરીની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે

  મળતી માહિતી અનુસાર આનંદભાઇ રૂબજીભાઇ વસાવા (રહે,.કોલવાણ, તા.સાગબારા,જી. નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તા.૨૪/૦૩/૨૦૨૪ ના રોજ કોઇ અજાણ્યા શખ્શે તેમની કોલવાણ ગામની સીમમાં સર્વે નંબર-૮૨ વાળા ખેતરમાં આવેલ ખુલ્લી ઝુપડીની બાજુમાં સરકારી હોમ લાઇટ સીસ્ટમની યોજના હેઠળ લગાડેલ સોલાર પેનલ લાઇટની "ACENO TECH "કંપનીની બેટરી જે બાર વોલ્ટેજ ની હોય જેની આશરે કિ.રૂ.૧૨૦૦૦થી કિ.રૂ. ૧૫૦૦૦ના મુદ્દામાલની કોઈ અજાણ્યો વ્યક્તિ ચોરી કરી લઇ ગયો હોય સાગબારા પોલીસે ગુનો નોંધી ચોર ને પકડવા તજવીજ હાથ ધરી છે.

(12:28 am IST)