Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

રાજપીપળા : ૧૨ દિવસથી બનારસમાં અટવાયેલા પ્રવાસીઓ ગુજરાત સરકાર ક્યારે મદદ કરે તેવી આશા રાખી બેઠા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના ૩૦ જેટલા પ્રવસીઓ જેમાં સિનિયર સિટીજન પણ સામેલ છે તેઓ બારેક દિવસ અગાઉ બનારસના પ્રવાસે ગયા હતા, કોરોના મહામારીના પગલે આ તમામ ત્યાં ફસાયા 

 જાણવા મળ્યા મુજબ ગત તારીખ ૧૫ માર્ચે રાત્રે રાજપીપળા થી નીકળેલા ૩૦ જેવા પ્રવાસીઓ હાલ છેલ્લા બારેક દિવસથી ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક આશ્રસ્થાન પર હોય ગુજરાત સરકાર તેમને વહેલી તકે વતન રાજપીપળા પહોંચતા કરે તેવી આશા રાખી બેઠા છે.

  આ તમામ કોરોનાને કારણે લોકડાઉન અમલમાં આવતા અને ટ્રેનો પણ બંધ થઈ જતા આ પ્રવસીઓ કે જેમની રિટર્ન ટિકિટ ૨૪ માર્ચની હતી તે પણ કેન્સલ થતા સૌ કોઈ ત્યાં અટવાયા હતા.અને રાજપીપળા ખાતે તેમના સગા સંબંધીઓને મેસેજ મોકલતાં આ મેસેજ સોસીયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે આ બાબતને જાણ બનારસના કલેક્ટર સહિત અનેકને કરી છે છતાં આજે ૧૨ દિવસ થવા છતાં આ લોકોને રાજપીપળા આવવા હજુ સુધી કોઈ વ્યવસ્થા ન થતા ખાસ કરી મહિલાઓ બાળકો અને સિનિયર સિટીજનો હોય સરકાર ક્યારે તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરશે તેની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

 આ પ્રવાસીઓ પૈકી પ્રકાશભાઈ નામના એક પ્રવાસીએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે બનારસના સ્થાનિક તંત્રએ અમને રહેવા, જમવાની વ્યવસ્થા સારી કરી છે પરંતુ રાજપીપળા પહોંચાડવા સ્વખર્ચે જવાની વાત કરતા હાલની સ્થિતિએ અમને પોષાય નહિ તેટલો વાહન ખર્ચ બતાવતા અમે ક્યારે રાજપીપળા પહોંચીશું એ કહી નથી શકતા.જોકે અમને અહીંયા કોઈ ખાસ તકલીફ નથી પરંતુ રૃપિયા પુરા થયા હોય અમારી સાથે કેટલીક મહિલાઓ અને બાળકો હોય એ તકલીફમાં છે.

 રાજપીપળાના મનમોહનભાઈ દસાંદી સાથે વાત કરતા તેમને જણાવ્યું કે બનારસના કેટલાક અધિકારીઓ ગઈકાલે અમને મળવા આવ્યા ત્યારે અમે રાજપીપળા જવાની વાત કરતા તેમણે જણાવ્યું કે તમારે વહેલું જવું હોય તો સ્વખર્ચે જવું પડે અમે વાહનની વ્યવસ્થા કરી આપીએ પરંતુ વાહન કિમિ.દીઠ ૪૭રૂપિયા જણાવતા બનારસથી રાજપીપળા પહોંચતા રિટર્ન ભાડું ગણતા એક લાખથી વધુ રૂપીયા ભાડાના થતા હોય તે અમને ક્યાંથી પોષાય માટે ગુજરાત સરકારની ફરજ છે કે અમને સરકારી વ્યવસ્થા કરી રાજપીપળા પહોંચતા કરે.

(4:35 pm IST)