Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

નર્મદામાં માસ્કની અછત વચ્ચે ભાવમાં લૂંટ: રાજપીપળા સખી મંડળની બહેનોએ બનાવ્યા સસ્તા અને સારા માસ્ક

રાજપીપળા નગર પાલિકાની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના દ્વારા કામ કરતી સખી મંડળની બહેનોએ માસ્ક બનાવી ફક્ત ૧૦/-રૂપિયામાં વેચાણ શરૂ કર્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : કોરોના મહામારી વચ્ચે હાલ ઘણા સમય થી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં મોઢા પર બાંધવાના માસ્ક ની અછત હોય કેટલીક દુકાનો પણ ભાવમાં લૂંટ ચાલતી હોવાની પણ બુમ ઉઠી હતી જોકે સરકારી હોસ્પિટકલો માં પણ હાલ માસ્ક નથી તેવી હાલત છે ત્યારે લોકો હાથ રૂમાલ કે અન્ય કપડું બાંધી ફરતા હોય તેવામાં રાજપીપળા નગર પાલીકા ના ચીફ ઓફિસર જયેશ પટેલે પાલીકા હસ્તક ચાલતી રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ માસ્ક બનાવવા બાબતે સૂચના આપતા આ યોજના હેઠળ કામ કરતી સખી મંડળની ૧૫ જેટલી બહેનોએ બીડું ઝડપી સારી ગુણવત્તાના માસ્ક બનાવવાની શરૂઆત કરી હોય ફક્ત ૧૦/-રૂપિયામાં એક માસ્કના ભાવે વેચાણ નક્કી કરતા હાલ તો આ માસ્ક સરકારી કચેરીઓની જરૂરીયાત મુજબના ઓર્ડર પર કામગીરી ચાલુ કરી છે. છતાં કોઈને જો આ માસ્ક ખરીદવા હોય તો સખી મંડળના કાર્યકર સરોજબેન-મો.નં.૯૪૨૮૩૨૫૨૦૯ પર માસ્ક બાબતેના ઓર્ડર આપી શકે છે.
 

(11:03 pm IST)