Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

અમદાવાદ એલજી હોસ્પિટલના તત્કાલીન સુપ્રીટેન્ડેટ ડો. રાજેશ શાહની 40 હજારની લાંચ કેસમાં ધરપકડ

એક વર્ષથી વોન્ટેડ શાહે ધરપકડથી બચવા માટે નીચલી અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી હતી.

અમદાવાદ: શહેરની મ્યુનિસિપલ સંચાલિત એલજી હોસ્પિટલના તત્કાલિન સુપ્રીટેન્ડન્ટ ડો. રાજેશ શાહની એસીબી દ્વારા ધરપકડ કરાઈ છે રૂપિયા 40 હજારની લાંચના કેસમાં આરોપી ડો. રાજેશ શાહ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન 2018માં ગ્રાફિક્સ બેનરનું  બાકી બિલ કઢાવવા માટે ફરિયાદીએ સુપ્રિટેન્ડન્ટ સંપર્ક કર્યો હતો. ડો. રાજેશ શાહે બિલ પાસ કરાવી આપવા માટે ફરિયાદી પાસે રૂ.40,000ની લાંચ માંગી હતી જેથી ફરિયાદે લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદ થયા બાદ ડો. રાજેશ શાહે ધરપકડથી બચવા માટે નીચલી અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી હતી. જોકે, તમામ અદાલતો દ્વારા તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. અંતે છેલ્લા એક એક વર્ષ સુધી નાસતા ફરતા રહેલા ડો. રાજેશ શાહની ACB શુક્રવારે ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:55 am IST)