Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

અમિતભાઇ શાહનું અમદાવાદમાં આગમન :એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

ઢોલ નગારાના તાલે નાચતા નાચતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને વધાવવામાં આવ્યા

 

અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહ પણ રાજ્યનાં ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાનાં છે. 30 માર્ચે એટલે શનિવારે વિશાળ જનસમુદાય સાથે અમિતભાઈ  શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. અંતર્ગત અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે.

  અમદાવાદ એરપોર્ટ પર  જીતુ વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા સહિત અન્ય નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. સમયે એરપોર્ટ પર મોટી સંખ્યામાં બીજેપી કાર્યકરો પણ ઉમટી પડ્યા હતા, અને ઢોલ નગારાના તાલે નાચતા નાચતા અમિત શાહને વધાવવામાં આવ્યા હતા

  આવતીકાલે અમિતભાઇ શાહ ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે પ્રદેશ ભાજપનાં મોટા મોટા નેતાઓ અને દેશનાં વિવિધ નેતાઓ પણ હાજર રહેશે. 30મી માર્ચે સવારે 9 વાગે અમિત શાહનો મેગા રોડ શો યોજાશે

(12:39 am IST)