Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ઉનાળાની શરૂઆતે લીંબુના ભાવમાં જબરદસ્ત ઉછાળો

ગરમીની લૂથી બચવા માટે લીંબુ શરબતનો વધતો ઉપયોગ

 

અમદાવાદ :ઉનાળાની ગરમી ગુજરાતીઓને દઝાડી રહી છે. હજુ તો ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે તેની સાથે સાથે લીંબુના ભાવમાં પણ તોતીંગ વધારો થઇ રહ્યો છે. લોકો ગરમીની લૂથી બચવા માટે લીંબુ શરબતનો ઉપયોગ કરે છે ત્યારે હવે લીંબુના ભાવ પણ આસમાને આંબી ગયાં છે.

ઉનાળા સિવાયના દિવસોમાં રૂપિયા ૬૦ના કિલો મળતાં હતાં. પરંતુ હાલમાં રૂપિયા ર૦ના માત્ર સો ગ્રામ મળે છે. લીંબુ અત્યારે રિટેઈલમાં રૂપિયા ર૦૦ના કિલોના ભાવે વેચાણ થઇ રહ્યા છે.

  જાણકારોના માનવા મુજબ હાલમાં લીંબુના હોલસેલ ભાવ ૧૦૦ થી ૧ર૦ છે તો રિટેલ બજારમાં ૧૮૦ થી ર૦૦ રૂપિયા પહોંચી ગયા છે. ગુજરાતમાં લીંબુની સિઝન પૂરી થઇ ગઇ છે ત્યારે હવે માર્કેટમાં કર્ણાટકના, આંધ્રપ્રદેશના અને મહારાષ્ટ્રના લીંબુ આવતાં થયાં છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુનો ઉપયોગ અમૃત સમાન ગણાય છે, પરંતુ લીંબુના ભાવમાં ઉનાળામાં   વધારો જોવા મળ્યો છે.

(12:25 am IST)