Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

હિંમતનગરની હાથમતી નદીના પટમાંના પાણીના ટાંકામાંથી યુવકની લાશ મળતા ચકચાર

તક યુવક રમેશભાઇ બાલાજી ભીલ (ઉ.વ.૨૭) હોવાનું ખુલ્યું

હિંમતનગરમાં પાણીના ટાંકામાંથી એક યુવકની લાશ મળી આવ્યા બાદ હાથમતી નદીના પટમાંથી વધુ એક યુવકની લાશ મળી આવતા ચકચાર જાગી છે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ હિંમતનગર ફાયર બ્રિગેડ અને પોલીસને થતા બંને ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે યુવકની લાશને બહાર કાઢી હતી.

  અંગે પ્રાપ્ત વિગત અનુસાર હિંમતનગર શહેરના ભીલવાસ વિસ્તારની સ્કુલ પાછળ  બપોરના સુમારે હાથમતી નદીના પટમાં કોઇ યુવકની લાશ તરતી હોવાની જાણ પોલીસને તેમજ હિંમતનગર નગર પાલિકા ના ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડના અધિકારી પ્રતાપસિંહ દેવડા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા

  . ફાયર બ્રિગેડની ટીમે નદીના પટમાં પાણીમાં ઊગી ગયેલી વનસ્પતિ વચ્ચે તરતી યુવકની લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.મૃતક યુવકની લાશ ફોગાઇ જતા ભારે દુર્ગંધ મારતી હતી. ઘટના અંગે સ્થાનિક પોલીસને પણ જાણ થતા પોલીસે મૃતક યુવકની લાશની ઓળખ કરવા માટે પ્રયાસ કરતા મૃ ધ્યાને આવ્યુ હતું. અત્યારે તો મૃતક યુવકનું નદીના પટમાં ડૂબી જવાથી મોત થયાનું અનુમાન સ્થાનિક પોલીસ કરી રહી છે.

(12:24 am IST)