Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

દહેજ પોલીસે વિદેશી બિયરના ટીન ભરેલ તવેરા સાથે બે શખ્શોની કરી અટકાયત

બીયરના 216 ટીન અને કાર સહીત 5,40 લાખનો મુદામાલ જપ્ત

 

ભરૂચ દહેજ મરીન પોલીસને મળેલ બાતમીના આધારે એક ટીમ બનાવી નાકાબંધી કરતા પોલીસ ટીમે એક તવેરા ગાડીમાં લઈ જવાતો વિદેશી બિયરના જથ્થા સાથે બે શખ્શોની અટકાયત કરી હતી.

  પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરાતા એક તવેરા ગાડી નંબરGJ-16-BN-5805ને અટકાવી તેની પૂછતાછ કરતા તેણે તેનું નામ સાદ્દીક મહમદ હુસેન મંસુરી ( રહે, મકદુમ પાર્ક, ન્યુ રસુલાબાદ સોસાયટી, મકતમપુર ભરૂચ )હોવાનુ અને ડ્રાઇવરની બાજુની શીટ ઉપર બેસેલનું નામ લુકમાન આદમ ઇબ્રાહીમ પટેલ ભુરા ( રહે,દહેગામ તા.જી.ભરૂચ )ના હોવાનું જણાવ્યું હતું.

  પોલીસે તેમની ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી બનાવટના બિયરના ટીન નંગ-ર૧૬ કિ ૨૧,૬૦૦ મળી આવ્યા હતા. જેથી પોલીસે બિયરના ટીન તેમજ ટવેરા ગાડી નંબર નંબરGJ-16-BN-5805 કિમત રૂપિયા-૫.૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-કિ.૧૬.૦૦૦ મળી કુલ રૂપિયા ૫,૪૦,૪૦૦/ના મુદ્દામાલ કબ્જેકર્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ આરંભી હતી.

(12:26 am IST)