Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

રાત્રે અંકલેશ્વર નેશનલ હાઈવે પર મુલદ ચોકડી પાસે ટ્રકમાં આગ ભભૂકી ;વાહન વ્યવહાર થંભ્યો

ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું :આગને કાબુમાં મેળવવાનો પ્રયાસ ચાલુ

 

અંકલેશ્વર મુલદ ચોકડી નેશનલ હાઇવે ઉપર આજે રાત્રે એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી હતી અચાનક લાગેલ આગના પગલે થોડીવાર માટે હાઇવે થંભી જવા સાથે નાસભાગ મચી જવા પામી હતી

 . જોકે આગની જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસ ના કર્મચારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં મેળવવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો.જોકે ઘટનામાં કોઈ જાનહાની થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

(11:27 pm IST)