Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ડીસાના ભડથના ખેતરમાં સાપને બચાવવા ગયેલા સગીરને સાપે ડંખ માર્યો : હોસ્પિટલમાં ખસેડાયોઃ

 

ડીસા તાલુકાના ભડથ ગામે ખેતરમાં બાજરીનો ચારો ભેગો કરતા એક સગીરને સાપ દેખાતા સાપ કોઈને મારી નાખશે તેવા ભય થી સાપને પકડી તેને ખેતર બહાર કાઢવા જતા સાપે સગીર ને ડખ મારી દેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો

 

   મળતી માહિતી મુજબ ભડથ ગામે રહેતા વેલ સિંહ મેતું સિંહ દરબાર ( ઉ૧૭), ના સગીર નું સવાર ના સમયે પોતાના ખેતર માં વાવેલી બાજરી નો ચારો ભેગો કરી રહ્યો હતો તયારે અચાનક ચારા માં થી સાપ નીકળતા દેખાતા સગીરે સાપ ને કોઈ મારી નાખશે તેવા ભય થી સાપ ને પકડી ખેતર ની બહાર લઈ જતો હતો તયારે સાપે સગીર ના હાથે ડખ મારી દેતા સગીર ને ૧૦૮ દ્વારા સારવાર અર્થે પાલનપુર ની સિવિલ માં ખસેડવા માં આવ્યો હતો.

(11:25 pm IST)