Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

યાત્રાધામ અંબાજી મંદિરમાં આતંકવાદી ઘુસ્યા: પાલનપુર એસઓજી દ્વારા મોકડ્રીલનુ આયોજન

 

યાત્રાધામ અંબાજી મંદિરમાં આતંકવાદીઓ ઘુસ્યા હોવાની મોકડ્રિલનું આયોજન કરાયું હતું પોલીસ અધીક્ષક પ્રદિપ શેજુળ, બનાસકાંઠા પાલનપુરની સુચના આધારે કે.બી. વસાવા પ્રો. ના. પો. અધિ .તથા .આર. ઝનકાત નાયબ, પોલીસ અધિક્ષક પાલનપુર બનાસકાંઠાનાઓના સુપરવિઝન હેઠળ એસ..ડાભી પો.ઈન્સ. એસ..જી. વી.એસ.સીંધવ પો.. એસ..જી.પાલનપુર તથા એન .એન .પરમાર પો...એલ.સી.બી પાલનપુર તથા એમ.કે.ઝાલા પો.. પેરોલ ફર્લો, બી. કે. જોષી પો.. QRT ટીમ, એન.ઙી.પટેલ પો.. BDDS ટીમ, ડોગ સ્કોડ તથા  કે.એસ.ચૌધરી પો. ઇન્સ. અંબાજી પો.સ્ટે. તથા સ્ટાફ તથા એસ..જી. એલ.સી.બી.અને પેરોલની ટીમો દ્વારા"અંબાજી મંદીર" ખાતે આંતકવાદી ઘુસ્યા હોવા અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

  જેમાં મંદીર પરીસરમાં બે આતંકવાદી ઘુસેલ હોવાની જાણ પો.ઇન્સ. કે.એસ.ચૌધરી નાઓને મળતાં અંબાજી પો.સ્ટે. જાણ કરવામાં આવેલી અને પોલીસ કંટ્રોરૂમને જાણ થતા પોલીસ કંટ્રોલ રૂમ ધ્વારા વર્ધી મળતા એસ..જી ટીમ એલ.સી.બી, બીડીડીએસ, પેરોલ ફર્લો સ્કોર્ડ તથા અંબાજી પો.સ્ટેની ટીમો તાત્કાલીક અંબાજી મંદીર ખાતે પહોંચી ગયેલ ટીમોને અલગ અલગ કાર્યવાહી સોપી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 તમામ ટીમોએ મંદીર અંદર પ્રવેશ કરી છુપાયેલા આતંકવાદીઓ પૈકી એક આતંકવાદીને ઠાર કરવામાં આવેલ. અને બીજા આતંકવાદીને મંદીર પરીસર પાછળના બીલ્ડીંગમાંથી જીવતો પકડી પાડવામાં આવેલ. તેમજ તેઓ પાસેથી મળેલ ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવેલ રીતે બંને આતંકવાદીઓને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી મોકડ્રીલનું સફળ આયોજન કરેલ છે.

(10:46 pm IST)