Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ભરૂચની એલસીબી ટીમે પાંચ લાખથી વધુની ઘરફોડ ચોરીના વોન્ટેડ ચીખલીગર ગેંગના આરોપીને ઝડપ્યો

ચાંદીના દાગીના અને રોકડ મળીને 59 હજારનો મુદામાલ જપ્ત

 

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકે મિલ્કત સંબંધી ઝુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના મુજબ ભરૂચ એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અંકલેશ્વર શહેર ચોરીના ગુનાના કામનો ચીખલીગર ગેંગનો વોન્ટેડ આરોપી લાખનસિંગ લાલસિંગ બાવરી(સરદાર)ને મીલન નગર મકાન નં.૪૬ રાહાડપોર તા.જી.ભરૂચ ખાતેથી પકડી લીધો હતો

પોલીસ દ્વારા ગુનાના કામે પુછપરછ કરી ગુનાની કબુલાત કરતા તેની કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેરડીવી પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

પોલીસે આરોપી પઆસેથી ચાંદીના જાંજર જોડ- ની કિં રૂ આશરે ૫૦૦૦  ગણી તથા રોકડા રૂપિયા ૫૪,૦૦૦ મળી કુલ્લે મુદામાલ કિં રૂ ૫૯,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

  પોલીસ પુછપરછમાં આરોપી સોસાયટીઓ મા બંધ મકાનની રેકી કરી રાત્રીના સમયે પોતાના સાગરીતો સાથે ફ્રોરવ્હીલ ગાડીમા આવી મકાનના દરવાજાના નકુચાને વાંદરીપાના વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.

   પોલીસે પકડેલ આરોપી લાખનસિંગ લાલસિંગ ઠાકુરસિંગ બાવરી(સરદાર) હાલ રહેવાસી. મીલનનગર મકાન નં.૪૬ રાહાડપોર તા.જી.ભરૂચ તથા કસક ગુલબીનો ટેકરો નવજીવન સ્કુલ પાછળ તા.જી.ભરૂચ મુળ રહેવાસી. રામાપીરનો ટેકરો રમતુજીની ચાલી રબારી વસાહત નવા વાડજ અમદાવાદ શહેરનો હોવાની હકીકટ બહાર આવી હતી

(10:45 pm IST)