Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

વાપીના બગવાડા ટોલનાકા પાસે ટ્રકે અડફેટે લેતા એક્ટિવા ચાલકને ગંભીર ઇજા

 

વાપી નજીક બગવાડા ટોલનાકા પાસે બપોરે 4 વાગ્યા આસપાસ એક એક્ટિવા ચાલકને ટ્રકે અડફેટે લેતા ચાલકને ગંભીર ઈજાઓ સાથે 108 મારફતે નજીકના દવાખાને ખસેડાયો હતો. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

  વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટુકવાડા અને બગવાડા ટોલ નાકા વચ્ચે બ્રિજ પરથી એક્ટિવા લઈને પસાર થતાં એક્ટિવા ચાલકને ટ્રકે અડફેટે લીધો હતો. જેમાં એક્ટિવા સાથે ચાલક ફંગોળાયો હતો અને હાઈવેની બંને બાજુ લગાવેલા સેફટી ગાર્ડ સાથે અથડાતા ગંભીર રીતે ઘાયલ થયો હતોતાત્કાલિક 108 અને પોલીસને જાણ કરતા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી. ડી. મોરી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.

ટ્રક ચાલકની બેદરકારીના ભોગે બાઇક સાથે ફંગોળાયેલ યુવક ચલા વિસ્તારમાં રહેતો હોવાનું અને પ્રવીણ હળપતિ નામ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેની હાલત અકસ્માત બાદ ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું હતું.

(10:45 pm IST)