Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

હવે અમદાવાદમાં વર્લ્ડકલાસ ગોલ્ડ-ડાયમંડ જવેલરી મળશે

અમદાવાદમાં કેરેટલેનના પ્રથમ સ્ટોરની શરૂઆતઃ સ્ટોરનું ઉદ્ઘાટન મહિલા કસ્ટમરના હસ્તે કરાવીને પહેલ

અમદાવાદ,તા. ૨૯: હવે અમદાવાદમાં વર્લ્ડકલાસ ગોલ્ડ-ડાયમંડ જવેલરી ઉપલબ્ધ બની છે ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ માટે ગોલ્ડ અને ડાયમંડ જવેલરીની ખાસ તક ઉપલબ્ધ બની છે. ભારતની અગ્રણી ઓમની-ચેનલ જ્વેલર કેરેટલેને અમદાવાદમાં સી.જી.રોડ પર તેનો પ્રથમ સ્ટોર શરૂ કર્યો છે, જે ઇન્ડિયાના પ્રશ્ચિમ પ્રદેશમાં સ્ટોરની સંખ્યાને ૧૩ સુધી લઇ ગયા છે. ગત એક દાયકામાં, કેરેટલેને આધુનિક અને સુંદર ડિઝાઇનને બધા માટે સુલભ બનાવીને ભારતીય મહિલાઓના જ્વેલરી ખરીદવા અને પહેરવાનાં માર્ગમાં ક્રાંતિ લાવી છે. કેરેટલેનના રિટેઇલ સેલ્સના હેડ, સાગર વી પણ લોન્ચ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં, તેઓએ જણાવ્યું કે, કેરેટલેનમાં ડિઝાઇન ઓછામાં ઓછી રૂ. ૫,૦૦૦ની કિંમતથી શરૂ થાય છે અને અને મારા ગ્રાહકો માટે એક ખાસ ઓફરના રૂપમાં, સ્ટોર લિમિટેડ સમય માટે ડાયમંડની કિંમત પર ફ્લેટ ૨૦ ટકાની છૂટ આપી રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, કેરેટલેન સ્ટોર્સ સામાન્ય ભારતીય જ્વેલરી સ્ટોર્સથી ખૂબ જ અલગ છે. આ અમારા વર્ચ્યુઅલ ટ્રાય પર મેજીક મિરર બનશે, કે જે અમારાં ગ્રાહકો દ્વારા જ્વેલરી અને એક્સલ્યુઝિવ સોલિરેટ સેક્શન પર પ્રયાસ કરવાના ઉત્સાહને જોડે છે, આ સ્ટોર ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. અમારા આઇકોનિક બટરફલાય, આરન્યા અને ગોલ્ડ લેસ કલેક્શનમાંથી અમારી લિમિટેડ એડિશનના પિસીસ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવશે. દરમ્યાન કેરેટલેનના ફાઉન્ડર અને સીઈઓ, મિથુન સચેતીએ જણાવ્યું કે, સીજી રોડ પર સ્થિત,આ સ્ટોર વિશિષ્ટ રૂપથી સીમલેસ જ્વેલરી ખરીદવાના અનુભવની શરૂઆત કરવાં માટે બનાવવામાં આવેલ છે. અમે અમારા લોયલ અને નવા ગ્રાહકોને એકસરખી સેવા પ્રદાન કરવાં અમદાવાદમાં પોતાનો પ્રથમ સ્ટોર શરૂ કરવાં માટે આનંદની લાગણી અનુભવીએ છીએ. આ શહેર અમારાં માટે એક મહત્વપૂર્ણ ટાર્ગેટ માર્કેટ છે, જ્યાં અમારી પાસે નવા સ્ટોર શરૂ કરવાની ઉચ્ચ માંગ છે. અમે અમદાવાદ સમુદાયને અમારા નવા સ્ટોરમાં આવકારવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે જે તેઓને પહેલાં ક્યારેય પણ ના જોઈ હોય તેવી કિંમતી જ્વેલરીની શોધ કરવામાં મદદ કરશે. કેરેટલેન મારી દરેક જ્વેલરીની ખરીદીની જરૂરિયાત માટેની શ્રેષ્ઠ બ્રાન્ડ છે, અને આનું સૌથી મહત્વપૂર્ણ કારણ એ છે કે તમારાં ટેસ્ટ, સ્ટાઈલ અને બજેટને ધ્યાનમાં લીધા વગર, કેરેટલેનના સ્ટોરમાં હંમેશા તમારાં માટે કાંઈકનું કાંઈક મળી જ રહેશે. અમદાવાદના કેરેટલેન કસ્ટમર કામિની ચૌહાણે જણાવ્યું કે, એક બ્રાન્ડ, કે જેનું મિશન સુંદર જ્વેલરીને દરેક સુધી પહોંચાડવાનું છે, આ સ્ટોરની શરૂઆત એ દિશામાં એક પહેલ છે.

(10:09 pm IST)