Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સભા-રોડ શોની સાથે સાથે

કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્ર દાખલ કરશે

અમદાવાદ, તા. ૨૯ : ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં વાઘાણીએ માહિતી આપતા કહ્યું હતું કે, આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નામાંકન દાખલ કરનાર છે. નામાંકન દાખલ કરતા પહેલા જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ભવ્ય રોડ શો પણ યોજાશે. તેમના નારણપુરા ખાતે જુના નિવાસસ્થાન પાસેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, કેબિનેટ મંત્રી નીતિન ગડકરી, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકારે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.અમિત શાહના અમદાવાદ આગમન અને આવતીકાલે ઉમેદવારી નોંધાવાની સાથે સાથે નીચે મુજબ છે.

*    અમિત શાહ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચ્યા બાદ શાનદાર સ્વાગત કરાયું

*    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર દાખલ કરશે

*    ઉમેદવારી નોંધાવતા પહેલા સવારમાં અનેક દિગ્ગજોની ઉપસ્થિતિમાં તેમના આવાસ નજીક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે

*    નારણપુરા ખાતેના જુના નિવાસસ્થાનથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે જનસભા

*    જનસભામાં કેબિનેટમંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

*    જાહેર સભા બાદ ભવ્ય રોડ શો યોજાશે

*    સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી આગળ વધતા પલ્લવ ચાર રસ્તા, શાસ્ત્રીનગર પ્રભાત ચોક થઇ પાટીદાર ચોક સુધી ચાર કિલોમીટરના રોડ શો થશે

*    રોડ શો બાદ ગાંધીનગર પહોંચીને અમિત શાહ સેક્ટર ૬-૭માં બસ સ્ટેન્ડથી પથિકા આશ્રમ સુધી માનવ સાંકળ રચાશે. ત્યારબાદ વિજય સંકલ્પ સાથે કલેક્ટર કચેરીમાં નામાંકન પત્ર

(8:28 pm IST)