Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરો ઓપીડીમાં સમયસર ન આવતા હોવાની ફરિયાદ: દર્દીઓને હાલાકી વેઠવાની નોબત આવી

સુરત: શહેરમાં  નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી અમુક લેટ લટીફ સિનિયર ડોક્ટરો વિવિધ ઓપીડીમાં સમયસર આવતા નહિ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જોકે સિનિયર ડોક્ટર સમયસર ઓ.પી.ડી.માં આવતા ન હોવાથી દર્દીઓ હાલાકી વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ વિવિધ તકલીફો સારવાર માટે આવે છે. જોકે, સિવિલની તમામ ઓપીડીનો સમય સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી તથા સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં દર્દીઓ સારવાર માટે જાય છે.

(5:27 pm IST)