Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સાવલી તાલુકાના ધનતેજમાં પદયાત્રા સંઘની કાર પુલ પરથી નદીમાં ખાબકી: બે વ્યક્તિનો આબાદ બચાવ

વડોદરા: જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામ નજીક અમદાવાદ થી પાવાગઢ તરફ જઇ રહેલી પદયાત્રા સંઘની કાર પુલ પરથી નદીમાં ખાબકી હતી.જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના થલતેજથી નીકળેલ પગપાળા યાત્રીઓ નો સંઘ પાવાગઢ જવા રવાના થયો હતો તે દરમિયાન સાવલી તાલુકાના ધનતેજ ગામ નજીક આવેલી કરાડ નદીના પુલ પરથી સંઘની મદદમાં આવેલી કાર પસાર થઇ રહી હતી તે દરમિયાન સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પુલ પરથી કાર નદીમાં ખાબકી હતી.જોકે ઓછી હાઇટ ના પુલના કારણે કારમાં બેસેલા બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી.અકસ્માતની જાણ થતા ધનતેજ ગામના રહીશો મદદ માટે દોડી આવ્યા હતા અને ક્રેઇનની મદદથી  કાર ને બહાર કાઢી હતી.

(5:27 pm IST)