Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

વડોદરામાં પીવાના પાણીની સમસ્યા: પાણીની ટાંકીમાં સંપમાં માછલીઓ જોવા મળતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો

વડોદરા: શહેરમાં પીવાના પાણી સાથે ગટરનું દૂષિત પાણી આવી રહ્યું છે તો ક્યારેક કાળુ અને જીવાતનું પાણી મળતા આરોગ્ય સ્વામી ખતરો ઉભો થયો છે. માંજલપુર ખાતે આવેલી પાણીની ટાંકીના સંપમાં નાની માછલીઓને ઝીંગા આ સાથે પાણી મળ્યું હતું અને આજે ફરી સંપમાં એક કિલો વજન ધરાવતી માછલી પાણી સાથે આવી હતી.

માંજલપુર ટાંકીના અંડર ગ્રાઉન્ડ બે સંપ છે જેની ક્ષમતા 72 લાખ લીટરની છે. આ સંપમાં છેલ્લા કેટલાક દિવસથી થોડું અને તેનું પાણી આવી રહ્યું છે. માંજલપુર સંપમાં આજવા અને નર્મદાનું પાણી આવે છે જો કે આ પાણી પીળા રંગનો આવે છે અને તેમાં ધોળાશ પણ હોય છે.

(5:26 pm IST)