Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

આણંદ એસઓજીએ ચરસના જથ્થા સાથે પકડેલ પેટલાદના કાઉન્સિલર વિરુદ્ધ 5 દિવસના રિમાન્ડ મેળવ્યા

 આણંદ: એસઓજી પોલીસે ચરસના જથ્થા સાથે ઝડપી પાડેલા પેટલાદના કાઉન્સીલરને ગઈકાલે મોડીરાત્રે કોર્ટમાં રજુ કરીને તપાસ કરતી પેટલાદ શહેર પોલીસે પાંચ દિવસના રીમાન્ડ પર મેળવ્યા છે. રીમાન્ડ દરમ્યાન ચરસની હેરાફેરી સંદર્ભે કેટલીક વિગતો ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદના કાઉન્સીલર મુન્તઝીરોદ્દીન કાઝી ઉર્ફે મુન્નો સુતલીને આણંદ એસઓજી પોલીસે ૭૯૨.૮૬ ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી પાડીને એનડીપીએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે પેટલાદ શહેર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે પેટલાદ કોર્ટમાં રજુ કરીને પોલીસે ચરસના રેેકેટમાં કોણ-કોણ સંડોવાયું છે ? કેટલા સમયથી ધંધો કરે છે ? ક્યાંથી લાવે છે અને કોને-કોને વેચે છે ? મુખ્ય સુત્રધાર કોણ ? જેવી કેટલીક બાબતોની તપાસ માટે દશ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

(5:25 pm IST)