Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

આણંદ રૂરલ પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ શખ્સને ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડ્યો: અનેક ગુનાહોની કરાવી કબૂલાત

આણંદ: રૂરલ પોલીસે વઘાસી ગામે ગત જાન્યુઆરી મહિનામાં થયેલી એક ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા શખ્સને ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજુ કરીને બે દિવસના રીમાન્ડ પર મેળવ્યો હતો. જે દરમ્યાન કેટલીક ચોરીઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દાહોદ જિલ્લાના સીમલીયા ખાતે રહેતા કરશનભાઈ કાળુભાઈ કીશોરીને ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતાં તેણે ગત ૧૨મી જાન્યુઆરીના રોજ પોતાના સાગરિતો સાથે ત્રાટકીને વઘાસીના જે. કે. પાર્કની પાછળ આવેલી તીર્થદર્શન સોસાયટીમાં ત્રાટકીને રાજેશભાઈ મનસુખભાઈ શાહના બંધ મકાનના નકુચા તોડીને અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીન ેકુલ ૧.૮૧ લાખની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેથી આ સંદર્ભે આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ થયો હોય તેને વધુ તપાસ અર્થે આણંદ રૂરલ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો જ્યાં તેની વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરીને બે દિવસના રીમાન્ડ પર મેળવ્યો હતો. 

(5:25 pm IST)