Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ખેડા એલસીબીએ ગળતેશ્વર નજીકથી ચોરીના બાઈક સાથે ત્રણ વાહનચોરને રંગે હાથે ઝડપ્યા

ખેડા: જિલ્લા એલસીબી પોલીસે આજરોજ ગળતેશ્વર તાલુકાના અંબાવ રેલવેફાટક નજીકથી ચોરીના મોટરસાઈકલ સાથે ત્રણ વાહનચોરોને ઝડપી પાડ્યા હતા. પુછપરછ દરમિયાન આ બાઈક આણંદ જિલ્લાના પેટલાદમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી પોલીસની ટીમ નડિયાદ ડિવિઝન વિસ્તારના સેવાલિયા પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન વાહનચોર અંગેની મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમ અંબાવ રેલવે ફાટક નજીક વોચમાં ગોઠવાઈ હતી. તે દરમિયાન માર્ગ પરથી નંબર પ્લેટ વગરના પલ્સર મોટરસાઈકલ પર સવાર થઈ જઈ રહેલાં ત્રણ ઈસમોની શંકાને આધારે અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં ફૈયાજ મોહંમદભાઈ વ્હોરા (રહે. ભાલેજ રોડ, આણંદ), તોફિક ઉર્ફે ભયલુ સિકંદરભાઈ વ્હોરા (રહે. સલાટીયા રોડ, આણંદ) તેમજ સલમાનભાઈ ઉર્ફે સલીયો કરીમભાઈ વ્હોરા (રહે.હુસેની સોસાયટી, સેવાલિયા) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે મોટરસાઈકલને લગતા જરૂરી કાગળ માંગ્યાં હતાં. જો કે તેઓ રજુ કરી શક્યા ન હતાં. જેથી પોલીસ આ ત્રણેય ઈસમોની સીઆરપીસી કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ અટકાયત કરી હતી. અને રૂ.૩૫,૦૦૦ ની કિંમતના મોટરસાઈકલ સહિત રૂ.૫૫૦૦ કિંમતના ૪ મોબાઈલ ફોન અને અંગજડતીમાંથી મળેલ રૂ.૪૨૦ મળી કુલ રૂ.૪૦,૯૨૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(5:24 pm IST)