Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

પાલનપુરમાં પાણી ભરેલ ડોલમાં શ્રમજીવી પરિવારની દોઢ વર્ષની દીકરી ડૂબી જતા નીપજેલ મોતથી અરેરાટી

પાલનપુર: શહેરના પારપડા રોડ ઉપર  આવેલ મલેક નગરમાં એક શ્રમજીવી પરીવારની દોઢ વર્ષની બાળકીનું પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાના કારણે શંકાસ્પદ મોત નીપજતા એરેરાટી વ્યાપી જવા પામી હતી. દોઢ વર્ષની બાળકીની ઊંચાઈ પાણીની ડોલ કરતા વધુ હોઈ મોત શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે. જોકે પોલીસ તપાસ બાદ જ મોતનુ સાચુ કારણ માલૂમ પડશે.

પાલનપુરના પારપડા રોડ ઉપર આવેલ મલેકનગરમાં રહેતા અને છૂટક મજુરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા રણજીતસિંહની દોઢ વર્ષની પુત્રી સોનલનું ગુરૃવારે સાબુવાળા પાણી ભરેલી ડોલમાં શ્વાસ રૃંધાવાના કારણે મોત નીપજ્યું હતું. બપોરના સમયે રણજીતસિંહ કામે ગયા હતા તેમના પત્ની ઘરકામ કરતા હતા તે સમયે તેમની દોઢ વર્ષની પુત્રી સોનલ આંગણામાં રમતા રમતા બાથરૃમમાં પડેલી પાવડરનું પાણી ભરેલી ડોલમાં પડી જતા પાણીમાં શ્વાસ રૃંધાવાના કારણે બેભાન થઇ જતા તેની માતા અને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. બેભાન અવસ્થામાં બાળકીને સારવાર અર્થે તાત્કાલિક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા પરીવારના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.

(5:22 pm IST)