Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ઠાસરા નજીક ડાભસરમાં મહીં કેનાલમાં ગાબડું પડતા કામચલાઉ ધોરણે કામગીરી હાથ ધરાઈ

ઠાસરા: તાલુકાના ડાભસર ગામ પાસેની મુખ્ય મહીકેનાલની શેઢી શાખા નહેરમાં બે મહિનામાં જ ફરી વાર મોટું ગાબડું પડયું છે. વણાકબોરીથી નીકળી મુખ્ય મહીકેનાલ થઈ ડાભસર તરફના અને મહેમદાવાદ તરફ જતા આ આડબંધમાં ગાબડુ પડતાની સાથે જ ચોકીદારો દ્વારા અકસ્માતો અટકે તે માટે રેતી અને માટી ભરેલી કોથળીઓ કામચલાઉ ધોરણે મૂકી દિવાલ ધોવાતી અટકાવાઇ હતી. 

ગળતેશ્વર તાલુકાના વણાકબોરીથી નીકળી ઠાસરાના ડાભસર થઈ મહેમદાવાદના રાસ્કા તરફ મહી કેનાલની શેઢી શાખા નહેરનો આડબંધ વહે છે. શેઢી શાખાની (નર્મદા) આ નહેરમાં ડાભસર બાજુના ગેટ પાસેના પુલની નજીક ગઈ કાલે સાંજે માટી ધોવાઈ જતા પચ્ચાસેક ફૂટનું ગાબડુ પડયુ  છે.

(5:20 pm IST)