Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

કપડવંજમાં વિદ્યાર્થીએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું: બસમાંથી મળેલ 10 હજાર રૂપિયા માલિકને શોધી પરત કર્યા

કપડવંજ: શહેરના એક વિદ્યાર્થીએ બસમાંથી મળેલ રૂપિયા ભરેલ પાકીટ મૂળ માલિકને પરત કરતા પ્રમાણિક્તાનું ઉદાહરણ પૂરું પાડયુ ંહતું. 

કપડંવજની દત્ત હાઇસ્કુલમાં ૭માં ધોરણમાં ધુ્રવ કિરણભાઇ પટેલ રહે છે. ધુ્રવ બે દિવસ અગાઉ કપડવંજથી કરકરીયા જવા માટે બસમાં બેઠો હતો. તે સમયે તેને સીટ પાસેથી પ્લાસ્ટીકની કોથળી મળી આવી હતી. જેમાં ડાયરી , આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, એટીએમ કાર્ડ અને રૂ.૧૧,૬૦૦ રોકડા હતા. 

આ અંગે તેને આજુબાજુના પ્રવાસીઓને પૂછ્યું હતું. પરંતુ કોઇ માલિક મળ્યું ન હતું. બીજા દિવસે શાળામાં પ્રાર્થના બાદ તે આચાર્ય પાસે ગયો હતો અને પર્સ તેમને સોંપ્યુ ંહતું. આચાર્યએ આધારભૂત ડોક્યુમેન્ટસના આધારે પર્સના મૂળ માલિકને શોધી  તેમને પર્સ પરત કર્યુ ંહતું. ધુ્રવની પ્રમાણિક્તાને આચાર્ય તથા શિક્ષકગણે વધાવી લીધી હતી.

(5:19 pm IST)