Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સુરતના ઉઘનામાં એમ્બ્રોડરીના વેપારી સાથે 20 લાખની છેતરપિંડી આચરી શખ્સ ફરાર થઇ જતા છેતરપિંડીનો ગુનો દાખલ

સુરત:ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે નવસર્જન સોસાયટીમાં એમ્બ્રોઇડરી જોબવર્કનું કામ કરતા ભટારરોડના વેપારી પાસેથી તેમની જ સોસાયટીમાં ભાડાના કારખાનામાં એમ્બ્રોડરી જોબવર્કનું કામ કરતો કામરેજનો રહીશ રૂ. ૨૦ લાખની કિંમતના ડ્રેસ મટીરીયલ એમ્બ્રોઇડરી જોબવર્ક કરવાના બહાને લઈ જઈ ખાતું બંધ કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ભટારરોડ મંગલદીપ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૬૦૫ માં રહેતા ૪૬ વર્ષીય અશોકભાઈ મોહનલાલ કોઠારી ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે નવસર્જન સોસાયટીના ખાતા નં.૧૦૭ માં એમ્બ્રોઇડરી જોબવર્કનું કામ કરે છે. 

(5:17 pm IST)