Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સુરતના મહિધરપુરામાં 40 લાખના હીરા ચોરનાર મુકબધીરને પકડવા સીસીટીવીના આધારે તપાસ શરૂ

સુરત:મહિધરપુરા હીરા બજાર ડાયમંડ વિલેજ માંથી ગત ૧૮મી ના રોજ રૂ. ૪૦ લાખના હીરા ચોરનાર મૂક બધિરે બાજુની બિલ્ડિંગમાં આવેલી હીરાની એક ઓફિસમાંથી નવ માસ અગાઉ રૂ. ૨ લાખનો હીરો ચોર્યો હતો. મદદ માંગવાના બહાને આવેલા મૂક બધિર યુવાને હીરો ચોરી લીધો છે એવું સીસીટીવી ફૂટેજમાં મળી આવ્યા બાદ ભોગ બનનાર વેપારીએ પોતાની ભૂલ છે તેમ સમજી તે સમયે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બનાસકાંઠાના વાવ ના વતની અને સુરતમાં અઠવાલાઇન્સ લાલ બંગલા આદેશ્વર આવાસમાં રહેતાં રોનકભાઈ ધીરજભાઈ વોહેરાની મહિધરપુરા જદાખાડી હીરાબજારમાં હિન્દુસ્તાન ડાયમંડ સેન્ટર બિલ્ડીંગમાં ચોથા માળે ઓફિસમાંથી તા.૫ જુન, ૨૦૧૮ના રોજ સહાય માંગવા આવેલો ૩૨થી ૩૫ વર્ષીય અજાણ્યાએ ભૂરા રંગની ફાઇલમાં થોડા કાગળો ઓફસમાં આવ્યો હતો. કારીગર સનિલભાઇને કાગળો બતાવ્યા હતા. બાદમાં રોનકભાઇએ તેને રૂા.૨૦ કાઢીને આપી દીધા હતા. 

(5:16 pm IST)