Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

વડોદરા: મથુરામાં પુત્રવધુની ધમકીથી ડરી જઈ કોમામાં સરી ગયેલ સાસુનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું

વડોદરા: શહેરના મથુરામાં રહેતી પુત્રવધુએ ધમકી આપ્યા બાદ કોમામાં જતી રહેલી સાસુનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા ગોરવા પોલીસે પુત્રવધુ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આર્મીમાંથી નિવૃત્ત થઇ વિશ્વભરી સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે યુનિયન બેંક કાલાઘોડા ખાતે ફરજ બજાવતા રામગોપાલસિંહ નવાબસિંઘે પુત્રવધુ પુનમદેવી શંભુસિંઘ (રહે.વુંદાવન દરવાજા, તેલીપાડા મહોલ્લા, ગોવિંદનગર, મથુરા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૮ જાન્યુઆરીના રોજ પુત્ર શંભુસિંઘની પત્ની પુનમદેવીનો ફોન મથુરાથી મારી પત્ની ગીતાદેવીના ફોન પર આવ્યો હતો અને જણાવેલ કે તમે લોકો મથુરા આવીને મોટી વહુની ખબર લઇને પરત વડોદરા જતા રહ્યા અને મારી ખબર જોવા કેમ ના આવ્યા, મોટી વહુ મારા કરતા વધારે વહાલી લાગે છે તેમ કહેતા ગીતાદેવીએ અમો હજી મથુરા આવ્યા નથી ૧૫ દિવસમાં આવવાના છે તેમ કહેતા પુનમદેવીએ ફોન પર ધમકી આપી હતી કે તમે જલદીથી મથુરા આવો નહીંતર એકાદ માણસ ઓછો થઇ જશે.

(5:15 pm IST)