Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર વચ્ચે ઘેરાયેલ આધેડને બચાવવા ફાયરબ્રિગેડની ટીમે ભારે મહેનત કરી

વડોદરા:વિશ્વામિત્રી નદીમાં આજે સાંજે મગરો વચ્ચે ઘેરાયેલા એક આધેડને બચાવવા ફાયર  બ્રિગેડના લાશ્કરોએ જાનની બાજી લગાવી હતી.સયાજીગંજ વિસ્તારમાં પેરેડાઇઝ કોમ્પ્લેક્સ પાસે વિશ્વામિત્રીમાં એક આધેડ પડયો હોવાની અને આજુબાજુમાં મગરો ફરતા હોવાની કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં સબ ઓફિસર રમેશ ઘાગ અને સ્ટાફના માણસો દોડી ગયા હતા.આ વખતે એક મગર આધેડની પાસે આવી ગયો હતો અને તેને છેલ્લી ઘડીએ ભગાડવામાં આવ્યો હતો.તો બીજીતરફ તોફાને ચઢેલો આધેડ ભાથીજી મહારાજનું નામ રટણ કરતો હતો.

(5:29 pm IST)