Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સુરતમાં ફરિયાદીને કાર પરત આપવા માટે પીઅેસઆઇઅે ૨૦ હજારની લાંચ માંગતા ધરપકડ

સુરતઃ જેનું કામ ગુનાખોરીને ડામવાનું છે અને ફરિયાદીની ફરિયાદ પર તપાસ કરવાનું છે ત્યારે ફરિયાદી પાસેથી લાંચ માગતા સુરતના એક પીએસઆઈને રૂ.20 હજારની લાંચ લેતા ACB રંગેહાથ ઝડપી લીધા છે.

થોડા દિવસ અગાઉ એક યુવાન વતન જવા માટે તેના મિત્રની કાર લઇને આવ્યો હતો. જોકે મોડી રાતે કારની કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી. જે અંગે ફરિયાદીએ પુણા પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ કરી હતીપોલીસ તપાસ દરમિયાન કાર કામરેજથી લાવારીસ હાલતમાં મળી આવી હતી.

પોલીસે શોધી કાઢેલી કારના બદલામા પુણા પોલીસમથકના પીએસઆઇ ઋુત્વિક વાળા દ્વારા ફરિયાદી પાસે રૂ. 20 હજારની માગ કરાઈ હતી. જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે એસીબી દ્વારા ગુરૂવારે પુણા પોલીસ સ્ટેશનમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.

ACB રૂ.20 હજારની લાંચ લેતા પીએસઆઇ તથા તેમના રીક્ષા ચાલકને રંગે હાથે ઝડપી લીધા હતા. એસીબીની ટીમે બંને વિરુધ્ધ ગુનો નોંધી તેઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

(4:55 pm IST)