Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

પાટણમાં કોંગ્રેસનું વિશાળ વિજય વિશ્વાસ સંમેલન યોજાયું:ગાયત્રીબા વાઘેલાનું સન્માન

મહેસાણાઃ પાટણ લોકસભાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા માટે ગઇકાલે બાલાજી પાર્ટી પ્લોટ, ઉંઝા ત્રણ રસ્તા, હાંસાપુર રોડ, પાટણ ખાતે  વિશાળ વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પુર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, પુર્વ સાંસદ સાગરભાઇ રાયકા, પ્રભારી નરેશભાઇ રાવલ, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ જી. ઠાકોર, સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, જીપીસીસીના મહામંત્રી શ્રી કિર્તીસિંહ ઝાલા, પ્રદેશ માયનોરીટી સેલના ચેરમેન ગુલાબખાન રાઉમા અને પ્રભારી ભરતસિંહ વાઘેલા, શંકરજી ઠાકોર, સારજી જી. ઠાકોર, લાલેશભાઇ ઠક્કર અને જીલ્લા કોંગ્રેસના પ્રવકતા સુમીતભાઇ ઠાકોર સહીત અગ્રણીઓની ઉપસ્થિતીમાં  વિશાળ સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉમટી પડયા હતા અને લોકસભામાં જીત અંકે કરવાનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. તસ્વીરમાં સ્ટેજ પરથી પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાનું સન્માન થતું નજરે પડે છે. અન્ય તસ્વીરમાં ઉપસ્થિત કોંગી આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ નજરે પડે છે.

(3:59 pm IST)