Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

બારડોલી બેઠકમાં તુષાર ચૌધરીની જાહેરાત કરાયા બાદ કોકડું ગુંચવાયુ

પૂર્વ સાંસદ અમરસિંહ ઝેડના પુત્રનું નામ સ્થાનિક ધારાસભ્યે આગળ કર્યું

રાજકોટ તા.ર૯: ગઇકાલે કોંગ્રેસ લોકસભા બેઠકના સાત નામો જાહર કર્યા તેમાં બારડોલી બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીની પસંદગી કરાઇ હતી પરંતુ આજે બપોરના દિલ્હીથી મળતા અહેવાલો મુજબ આ બેઠક પર પસંદગીને લઇને મામલો ગુંચવાયો હોવાનું ચર્ચાય છે.

એવું ચર્ચાઇ રહ્યું છે કે બારડોલી લોકસભા બેઠક વિસ્તારમાં આવતી એક ધારાસભા બેઠકના ધારાસભ્યએ વિરોધ દર્શાવીને પૂર્વ સાંસદ અમરસિંહ ઝેડના પુત્રને સંસદની ટિકીટ આપવા માટે ધોકો પછાડયો હતો.

જેમનું નામ ઉછળ્યું છે તે ચૌધરી ઉમેદવાર ઝીણાભાઇ દરજીની ખેત વિકાસ નિગમના ચેરમેન હોવાનું મનાય છે. એક બિનસત્તાવાર અહેવાલ મુજબ હાલ તૂર્ત બારડોલી બેઠક માટે રૂકજાવ જેવું વાતાવરણ સર્જાયું છે. મોવડી મંડળે આ અંગે ચર્ચા શરૂ કર્યાનું મનાય છે.

(3:56 pm IST)