Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

નર્મદા જીલ્લા પંચાયતમાં કોંગ્રેસ-બીટીપી વચ્ચે ભંગાણના એંધાણઃ બારડોલી લોકસભા બેઠક ઉપર ત્રિપાખીયો જંગ

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પૂર્વે જ નર્મદા જીલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને છોટુભાઇ વસાવાની પાર્ટી બીટીપી વચ્ચે ભંગાણના એંધાણ મળી રહયા છે. બીટીપી નેતાએ જણાવેલ કે નર્મદા-ભરૂચમાં કોંગ્રેસને આપેલો ટેકો પાછો ખેચો. અહેમદ પટેલને આપેલા મતની કિંમત કોંગ્રેસ સમજતી નથી. હાલ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૧૦, ભાજપના ૬ સભ્યો છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં પણ બારડોલી બેઠક પર ખેલાશે ત્રિપાખીયો જંગ. બીટીપી સુરત જિલ્લા પ્રમુખને ઉતારશે મેદાને તેમ જાણવા મળી રહયું છે. ઉતમ વસાવા લડશે ચૂંટણી. અગાઉ વિધાનસભા ચૂંટણી લડી ચુકયા છે ઉતમ વસોયા

(3:41 pm IST)