Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

લોકસભાની ચૂંટણી રાષ્ટ્રવાદ વિરૂધ્ધ આતંકવાદ, ઈમાનદાર વિરુદ્ધ બેઇમાન તેમજ કામદાર વિરુદ્ધ નામદારની, એક તરફ ચોકીદાર છે જ્યારે બીજી તરફ ચોરોની જમાત છે, પરંતુ દેશની જનતા પ્રધાનસેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી એક વખત દેશનું સુકાન સંભાળવાની જવાબદારી આપવાનું મન બનાવી ચૂકી છે : શ્રી વિજયભાઈ રૂપાણી

વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રીમતી રંજનબેન ભટ્ટના નામાંકન પત્ર દાખલ કરવાના પૂર્વે આયોજિત વિશાળ જનસભાને સંબોધન કરતાં મુખ્યમંત્રી

વડોદરા : વડોદરા લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર શ્રીમતી રંજનબેન ભટ્ટની ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્વે ભવ્ય રોડ શોનુ આયોજન કરવામાં આવ્યું હતું.  આ તકે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને વિશાળ જનસભા સંબોધી હતી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરા શહેરનો વિકાસ વેગવાન બન્યો છે. આ રોડ-શોમાં સ્થાનિક જનતા અને ભાજપના કાર્યકરો સમર્થકો, વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

  ગાંધીનગર:  ભાજપા મીડિયા સેલની અખબાર યાદી જણાવે છે કે, આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા લોકસભા બેઠકના લોકલાડીલા ઉમેદવાર શ્રીમતી રંજનબેન ભટ્ટના નામાંકન પત્ર દાખલ કરવાના પૂર્વે આયોજિત વિશાળ જનસભાને સંબોધી હતી.

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરા શહેરનો વિકાસ વેગવાન બન્યો છે. આવનારી લોકસભાની ચૂંટણી રાષ્ટ્રવાદ વિરૂધ્ધ આતંકવાદ, ઈમાનદાર વિરુદ્ધ બેઇમાન તેમજ કામદાર વિરુદ્ધ નામદારની ચૂંટણી છે, એક તરફ ચોકીદાર છે જ્યારે બીજી તરફ ચોરોની જમાત છે પરંતુ, જનતા દેશના ચોકીદાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી એક વખત દેશનું સુકાન સંભાળવાની જવાબદારી આપવાનું મન બનાવી ચૂકી છે.

        કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળની સરકારોની ગરીબવિરોધી નીતિઓના કારણે ગરીબ વધારે ગરીબ બનતો ગયો પરંતુ, આઝાદીના આટલા વર્ષો પછી પ્રધાન સેવકશ્રી નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં દેશને એક એવા નેતા મળ્યા છે જે કહે છે કે, દેશના સંસાધનો ઉપર સૌથી પહેલો અધિકાર દેશના ગરીબ, શોષિત અને પીડિત વર્ગનો છે અને આ વર્ગના ઉત્થાન માટે તેઓ અવિરતપણે કાર્યરત છે, જે દેશની ૧૩૦ કરોડ જનતાએ છેલ્લા પાંચ વર્ષમાં અનુભવ્યું છે.

         આ કાર્યક્રમ બાદ ભવ્ય રોડ-શોનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થા નિક જનતા, ભાજપના કાર્યકરો-સમર્થકો તથા વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યાકમાં જોડાયા હતા. ત્યારબાદ શ્રીમતી રંજનબેન ભટ્ટે વડોદરા લોકસભા બેઠકની ઉમેદવારી માટે નામાંકન પત્ર દાખલ કર્યુ હતુ.

 

(2:43 pm IST)