Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ચાવાળો નહિ હવે ચોકીદાર:વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે 'ચોકીદાર' ને બનાવ્યો ટેકેદાર

મુખ્યમંત્રી રૂપાણી સાથે વડોદરાની અમદાવાદી પોળથી કલોક્ટર કચેરી સુધી રેલી યોજી

વડોદરા :વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારી કરતી વખતે ચા વાળા કિરણ મહિડાને ટેકેદાર તરીકે સાથે રાખ્યા હતા ત્યારે આજે ભાજપના ઉમેદવાર રંજનબેને ચૌકીદારને પોતાના ટેકેદાર તરીકે રાખ્યા છે.

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ આજે ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તે પહેલા રંજનબેન ભટ્ટે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની સાથે વડોદરાની અમદાવાદી પોળથી કલોક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. આ રેલીમાં ભાજપનાં મોટી સંખ્યામાં સમર્થકો સામેલ હતા. આ વખતે રંજનબેને ચોકીદાર જયેશ પટેલને પોતાના ટેકેદાર બનાવ્યાં છે.

(2:12 pm IST)