Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

અંકલેશ્વર પોલીસનો સપાટો : અંદાડા ગામમાં ગાંજાના જથ્થા સાથે ઉપેન્દ્ર વસાવા ઝડપાયો

અંકલેશ્વર શહેર પોલીસની હદમાં આવેલ અંદાડા ગામે એક ઇસમના ઘરમાં છાપો મારી ગેરકાયદે વેચાણ અર્થે રખાયેલ ગાંજાના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી હતી.

  આ અંગેની વિગત મુજબ ગતરોજ રાત્રિના સમય શહેર પોલીસને મળેલી બાતમીના આધારે અંદાડા ગામના લીમડી ફળિયામાં રહેતો ઉપેન્દ્ર વસાવા ઉંમર વર્ષ ૪૦ના ઘરમાંથી ગાંજાનો ૭૫૬ ગ્રામ જેટલો મુદ્દામાલ સાથે પોલીસે ઉપેન્દ્ર વસાવાની ધરપકડ કરી હતી જ્યારે આ મુદ્દામાલની કિંમત ૫૨૦૦ રૂપિયા જેટલી છે. પોલીસે ગુનો દાખલ કરી ઉપેન્દ્ર વસાવા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(2:05 pm IST)