Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

અમદાવાદના રાણીપ ફાટક નજીક ગેસ લાઈન લીકેજ થતાં આગ ભભૂકી : એક વ્યક્તિને ઇજા

ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

 અમદાવાદના રાણીપ વિસ્તારમાં રેલવે ફાટક પાસે અદાણી ગેસની પાઈપલાઇનનું ટેસ્ટિંગ કરતાં લીકેજ થતાં આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિ દાઝી ગઈ હતી, આગની જાણ થતાં ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. રાણીપ પોલીસના પીઆઇ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

  આ અંગે મળતી વિગત મુજબ રાણીપ રેલવે ફાટક પાસે લાગેલી અદાણી ગેસનું ટેસ્ટિંગ દરમિયાન એકાએક લીકેજ થયું હતું. જેના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠતા  આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવેલ છે. હાલ ગેસની પાઇપ લાઇન આગળથી બંધ કરી દેવાઈ છે. ફાયરની ત્રણ ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે અને રાણીપ પોલીસને જાણ થતાં પીઆઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,

 

(1:53 pm IST)