Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

હાલોલના બાસ્કા ગામે સહિયારી જમીન મુદ્દે ઝઘડો : સગા ભત્રીજાએ કાકીની કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા

જમીન ગીરવે મૂકવા માટે પોતાની સગી કાકીએ સહી કરવા માટે બે લાખની માંગણી કરી હતી

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ બાસ્કા ગામે પોતાની સહિયારી જમીનને ગીરવે મૂકવા કાઢી હતી અને આ જમીન ગીરવે મૂકવા માટે પોતાની સગી કાકી એ સહી કરવા માટે બે લાખ ની માંગણી કરી હતી જેથી પોતાના ભત્રીજા એ બે લાખ રૂપિયા આપવા માટે રાજી થઈ ગયા હતા પરંતુ ફરી એકવાર બે લાખની રકમની માગણી કરતા આવેશમાં આવી ગયેલ પોતાના ભત્રીજા એ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી

  આ બનાવની જાણ હાલોલ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લાશ ઉપર કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી જ્યારે હાલોલ પોલીસએ હત્યા કરનાર બે આરોપી માંથી એક ની અટકાયત કરી હતી જ્યારે એક ફરાર થઈ ગયો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  આ અંગેની વિગત મુજબ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ બાસ્કા ગામે રહેતા સવિતાબેન ઉદેંસિંહભાઈ એ જમીન ગીરવે મૂકવાના સહી કરવા માટે બે લાખ રૂપિયા ની માગણી કરી હતી જેથી પોતાના ભત્રીજા કમલેશભાઇ ફતેંસિંહભાઈ બે લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ પોતાની કાકી સવિતાબેને ફરીથી બે લાખ રૂપિયાની માંગણી કરતા ભત્રીજા કમલેશભાઇ ફતેંસિંહભાઈએ આવેશમાં આવી પોતાની કાકી સવિતાબેન ઉપર કુહાડી ના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી

(1:48 pm IST)