Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

વડોદરા,નવસારી અને ભાવનગરમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ખેડા એલસીબીએ નડિયાદથી ઝડપી લીધો

આરોપી બ્રિજેશકુમાર ઉર્ફે બંટી દલવાડીને નડિયાદ બસસ્ટેશન પાસેથી દબોચી લેવાયો

ખેડા: ખેડા એલસીબી દ્વારા વડોદરા, ભાવનગર અને નવસારી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીઓના ગુન્હામાં નાસતો-ફરતા ઓરાપીને ઝડપી લેવાયો છે .

પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને દિવસ તેમજ રાત્રિના પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.આ દરમિયાન નાસતા-ફરતાઆરોપી અંગે બાતમી મળી હતી,જેને આધારેLCB ટીમ દ્વારા નાસતો-ફરતોઘરફોડ ચોરીનોઆરોપી ઝડપાયો હતો.

આ આરોપી બ્રિજેશકુમાર ઉર્ફે બંટી દલવાડીને નડિયાદ બસસ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી બંટી વડોદરાશહેરગોરવા પોલીસ સ્ટેશન, ભાવનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીઓના ગુન્હામાં નાસતો-ફરતો હતો.

(1:13 pm IST)