Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

આ વખતે ભારત-પાકિસ્તાન અને નૈતિક -અનૈતિક વચ્ચે ચૂંટણી છે :વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જંગી રેલીં સાથે વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટે ઉમેદવારી ફોર્મ ભર્યું

વડોદરા :વડોદરા લોકસભા બેઠક પર રંજન ભટ્ટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતા અને એક જંગી રૅલી યોજી રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા.

,આ રૅલીમાં વિજયભાઈ  રુપાણી તેમજ ભાજપના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.રૅલીને સંબોધિત કરતા રુપાણીએ જણાવ્યું હતું કે, 'આ વખતની ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે, નૈતિક અને અનૈતિક વચ્ચેની ચૂંટણી છે'.

(12:25 pm IST)