Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સુરત પુણા પોલીસ મથકના પીએસઆઇ 20 હજારની લાંચ લેતા ઝડપાયો

બિનવારસી કારના કબજા માટે પોલીસ અભિપ્રાય આપવા 30 હજારની લાંચ માંગી

સુરત પુણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર 20 હજારની લાંચ લેતા ઝડપાયા હતા આ અંગેની વિગત મુજબ સુરત પુણા વિસ્તારમાં એક યુવાનની કાર ચોરાતા પોલીસ ફરિયાદ કરી હતી. જેની તપાસ પ્રોબેશનર પોસઈ ઋત્વિક મંગાભાઈ વાળા કરતા હતા. દરમિયાન આ કાર કામરેજ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા કારનો કબજો મેળવવા માટે કોર્ટમાં અરજી કરી. એ અરજીમાં પોલીસનો અભિપ્રાય અનિવાર્ય હોય છે. આ અભિપ્રાય આપવાના બદલામાં પ્રોબેશનર પોસઈ વાળાએ 30 હજારની માગણી કરી હતી

   ફરિયાદી આ રકમઆપવાનું ઇચ્છતા ન હોવાથી તેમણે એન્ટી-કરપ્સન બ્યુરોનોસંપર્ક કર્યો હતો. ફરિયાદીએ પ્રોબેશનર પોસઈ વાળા સાથે થયેલી વાત રેકોર્ડ કરી હોવાની માહિતી એસીબીને આપી હતી. આ મામલો એસીબીના પોઈ બી.જે. સરવૈયાએ લાંચનું છટકું ગોઠવ્યું. જેમાં પોસઇ વાળા વતી લાંચની 20 હજારની રકમ સ્વીકારતો રિક્ષાવાળો સંતોષ રામચંદ્ર જયસ્વાલ સહિત પોસઈ ઋત્વિક મંગાભાઈ વાળાને પકડી પડ્યો હતો

(11:49 am IST)