Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ગોલ્ડન બ્રિજ વચ્ચે બાઈક રોકીને બે યુવાનોએ કર્યો ડાન્સ :વિડિઓ વાયરલ

ટ્રાફિકના નિયમોની સરેઆમ ઉલ્લંઘન :બંનેની અટકાયત થવાની શકયતા

 

ભરૂચ :અંકલેશ્વર અને ભરૂચને જોડતા ગોલ્ડન બ્રીજ ની વચ્ચે બાઈક રોકીને બે યુવાનોએ આવન જાવન કરતા વાહનો વચ્ચે ડાન્સ કરતો વીડિયો વાયરલ કર્યો છે ત્યારે  જિલ્લા ટ્રાફિક દ્વારા આવા યુવાનો ની અટકાયત થવાની શકયતા છે

  હાલ વિડીયો કોનો છે અને ક્યાંથી આવ્યો છે એની પુષ્ટિ કરવામાં આવી નથી.પરંતુ આવા યુવાનો દ્વારા ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે.

  આવા મસ્તી મજાક કરતા યુવાનો દ્વારા જો કોઈ મોટી ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદાર કોણ ?તેવી તો હાલ લોકોમાં ચર્ચા થઈ રહી છે.

 

(11:40 pm IST)