Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

મહેસાણાના બેઠક મામલે કમલમમાં મંથન :નીતિનભાઈ પટેલે કહ્યું આશાબેન અંગે કોઈ ચર્ચા થઇ નથી : કોકડું ગૂંચવાયું નથી

પાર્ટી જે કોઈ ચહેરાને ટિકિટ આપશે તે નેતા ચૂંટણી લડશે. હાલમાં કોઇ ચર્ચાઓ ચાલી રહી નથી

 

અમદાવાદ :મહેસાણા બેઠક પર ઉમેદવાર મામલે કમલમમાં ભાજપ દ્વારા જબરું મંથન ચાલી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ પ્રભારી ઓમ માથૂર સાથે ચર્ચા કરી.હતી 

  દરમિયાન ભાજપના ઉમેદવારની જાહેરાત મામલે નીતિન ભાઈ પટેલે જણાવ્યું કે ઉમેદવારો મુદ્દે કોઈ કોકડું ગૂંચવાયું નથી. ભાજપના બધા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે. જ્યારે આશાબેન મામલે કોઈ ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું .

    અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભાની બેઠકને લઈને ભાજપના આગેવાનો દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સાથે લોકસભાની ચૂંટણી લડવા અંગે જણાવ્યું કે હું નારાજ નથી. અમે લોકોને મનાવીએ છીએ. ચૂંટણી આવે ત્યારે સ્થિતિ સર્જાતી હોય છે. પાર્ટી જે કોઈ ચહેરાને ટિકિટ આપશે તે નેતા ચૂંટણી લડશે. હાલમાં કોઇ ચર્ચાઓ ચાલી રહી નથી

--- 

(12:25 am IST)