Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ધરોઈ ડેમની પાઇપ લાઇનમાં મરામતના કારણે પાટણ અને મહેસાણાના 231 ગામોને બે દિવસ પાણી નહિ મળે

બે દિવસ વિસનગર ગ્રેવિટી અને કહોડા ગ્રેવિટી લાઇનોમાં પાણીનો સપ્લાય બંધ રહેશે

મહેસાણા :ઉત્તર ગુજરાતીની જીવાદોરી ગણાતા ધરોઇ ડેમની પાઇપલાઇનની મરમ્મત કરવાના કારણે પાટણ અને મહેસાણાના ૨૩૧ ગામડાઓને પાણી નહીં મળે. મળતી માહિતી મુજબ ઊંઝા તાલુકાના કહોડા તરફ જતી પાઇપ લાઇનનું લીકેજ થતાં તેની મરામત કરવામાં આવતાં દિવસ સુધી પીવાના પાઈનો પુરવઠો બંધ રખાશે  જેના કારણે વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા અને સિદ્ધપુર નગર પાલિકાઓ ઉપરાંત સતલાસણા ગ્રામ પંચાયત સહિત કુલ ૨૩૧ ગામડાંમાં પાણીનો પુરવઠો નહીં મળે.

   ધરોઇ ડેમની પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતું હોવાથી મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ૨૯ અને ૩૦ માર્ચના રોજ બે દિવસ વિસનગર ગ્રેવિટી અને કહોડા ગ્રેવિટી લાઇનોમાં પાણીનો સપ્લાય બંધ રહેશે. પાણીનો ઉપયોગ કરનાર પાલિકાઓ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોના રહીશોને માહિતી આપવા જણાવાયું છે. જ્યારે અન્ય લાઇનોમાં પાણીનો પુરવઠો આપવાની કામગીરી ચાલુ રહેશે. ધરોઇ ડેમ તેમજ યોજનાના સ્ટાફને બે લાઇનોના પાણીા ઉપભોક્તાઓને માહિતગાર કરવા માટે સુચના અપાઇ છે

(12:29 am IST)