Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

પાટણ બેઠક પર ભાજપમાં પરિવારવાદને કારણે કોકડું ગૂંચવાયું

લીલાધર વાઘેલાનું પત્તુ કાપીને તેના વેવાઈ દિલીપ ઠાકોરને ઓફર પરંતુ તેઓ જમાઈને લડાવવા ઇત્સુક :જબરી ચર્ચા

 

અમદાવાદ :કોંગ્રેસ પર પરિવારવાદનો છાસવારે આરોપ મુકતા ભાજપમાં પણ ટોચના સ્થાનેથી પરિવારવાદ ઉતરીને હવે સ્થાનિક સ્તરે પણ પ્રસર્યો હોવાનું ચર્ચાઈ છે ગુજરાતમાં આવા અનેક દ્રષ્ટાંતો છે ત્યારે વધુ એક બેઠક પરિવારવાદને કારણે ઉમેદવારની પસંદગીનું કોકડું ગૂંચવાયું હોવાનું ચર્ચાઈ છે

  ગુજરાતમાં ભાજપે લોકસભા ચૂંટણી માટે 26 બેઠકો પૈકી 19 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે ત્યારે બાકી રહેલા ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાના દૂખાવા બની રહી છે. જાણવા મળ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં પાટણની બેઠકમાં વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાનું પત્તુ કપાવવું નિશ્ચિત છે. તેમના સ્થાને શ્રમ અને રોજગાર પ્રધાન દિલિપ ઠાકોરને ઓફર કરવામાં આવી છે. પરંતુ દિલિપ ઠાકોરે ચૂંટણી લડવાની સ્પષ્ટ મનાઇ કરતાં કોકડું વધુ ગુંચવાયું છે.

  જાણકારોના માનવા મુજબ પાટણની બેઠકમાં વર્તમાન સાંસદ લીલાધર વાઘેલાની જગ્યાએ તેમના વેવાઇ શ્રમ અને રોજગાર પ્રધાન દિલિપ ઠાકોરને ઓફર કરી છે. જો કે દિલિપ ઠાકોરે ચૂંટણી લડવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી છે. સાથે તેઓએ કહ્યું કે જો મારા નામની જાહેરાત થઇ તો હું ચૂંટણી નહીં લડું અને ઉમેદવારી ફોર્મ પણ ભરવા નહીં જાવ ત્યાં સુધીની ચિમકી ઉચ્ચારી છે

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલિપ ઠાકોરને જમાઇને પાટણ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં રસ છે. આથી તેઓ પ્રકારે પાર્ટીને ચિમકી આપી પાર્ટી સાથે મોટી સોદાબાજી કરવા માગે છે

(12:55 am IST)